રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શકશે અને આગામી ચાર વર્ષમાં જાહેર ઉપયોગમાં બે ગીગાવૉટના નવા પ્રોજેક્ટ પણ કાર્યરત થશે. જેનાથી અંદાજિત એક લાખ જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate | ગુજરાત