ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM) | નવા વર્ષ

printer

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, તો વળી ઘણા બધા લોકો હરવા ફરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ બધી રજાઓમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીલ્લાઓની વાત કરીએ તો,
અમદાવાદ શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે 6 વાગ્યાથી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. શહેરમાં 2 હજારથી વધુ જેટલા બોડી વોર્ન કેમેરા અને 203 બ્રેથ અનલાઈઝર સાથે નાકા પોઇન્ટ સહિતની જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે.
31stની ઉજવણીને ધ્યાને રાખીને ડાંગ જિલ્લા પોલીસે સાપુતારા ટોલનાકા ખાતે મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું છે.
નવસારી જીલ્લામાંથી નેશનલ હાઈવે- 48 પર આવેલ બોરિયાચ ટોલ નાકા પર વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસે અલગ-અલગ ચેકપોસ્ટ બનાવીને ચેકીંગની કામગીરી કડક બનાવી છે.
આવતીકાલે ૩૧ ડીસેમ્બરની ઉજવણી લોકો હર્ષોલ્લાસ સાથે કરે અને નવા વર્ષના તહેવાર દરમ્યાન કોઈ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું સેવન ન થાય તે માટે તાપી પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. તાપી પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ બનાવી છે સાથે ફામ હાઉસો પર બાજ નજર રાખી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ