રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે. જે અઁતર્ગત અમદાવાદ ક્રાઇમે બ્રાંચે નશાકારક પદાર્થ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે અમદાવાદના જમાલપુરમાં રહેતા બે આરોપીઓ અને એક વટવા રહેતા આરોપીને ઝડપીને આરોપીઓ પાસેથી 143 ગ્રામ કરતાં વધુ નશાકારક દ્રવ્યને ઝડપી પાડ્યું હતું.. આ ઝડપાયેલા ડ્ગ્સની કિંમત 14 લાખ કરતાં વધુની થવા જાય છે..આ ત્રણે આરોપીઓની ક્રાઇમ બ્રાંચ સઘન પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 7:59 પી એમ(PM)
રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે
