રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે.તાજેતરમાં લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી માં જે જવાબો આપવામાં આવ્યા છે તેને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબ આપવામાં આવ્યા છે. જેથી આ કોઈ ચોક્કસ ઉમેદવાર માટે ગોઠવણ કરવામા આવી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.આ વિવાદ મુદ્દે ગાંધીનગરમાં પરીક્ષા લેનાર GTU ના રજીસ્ટ્રાર અને આરોગ્ય કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષાના એનાલિસિસ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી.આ અંગે, GTUના રજીસ્ટ્રાર કે એન ખેરે વધુ માહીતી આપી હતી.(બાઇટ – કે.એન.ખેર, રજીસ્ટ્રાર, GTU)
Site Admin | ફેબ્રુવારી 12, 2025 3:40 પી એમ(PM) | નર્સિંગ સ્ટાફ
રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે
