રાજ્યમાં નમો લક્ષ્યમી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થોને 174 કરોડ રૂપિયાની અને નમો સરસ્વતી યોજનામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને આશરે 40 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
આ બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનીઓની સંખ્યામાં તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.