રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, એપ્રિલ 2024થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાને અપાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા તથા રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાઓને તબક્કાવાર વર્ષે 12 હજાર રૂપિયાની સહાય અપાય છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:25 પી એમ(PM)