રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં ધોરણ ત્રણથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે.
સમગ્ર રાજ્યની શાળાઓમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM) | Akashvani | akashvaninews | GCERT | Gujarat | news | newsupdate | topnews | ગાંધીનગર | ગુજરાત | જીસીઈઆરટી | પરીક્ષા
રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક જાહેર
