રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે. જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
આ યોજનાનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને 6 માસ સુધીના બાળકોની માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલીલિટર અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી પોષણયુક્ત દૂધ અપાય છે.
આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં 12 હજાર 21 કરોડ રૂપિયાના 87 લાખ જેટલા લાભાર્થીઓને લાભ અપાયો છે.
જ્યારે પોષણ સુધા યોજના અંતર્ગત વર્ષ 2023-24માં 90 હજાર 249 સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ ભોજનનો લાભ પ્રાપ્ત થયો છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:59 પી એમ(PM)