રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લઘુત્તમ તાપમાન ઘટે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જોકે, તે પહેલા રાજ્યના લોકોએ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં ફેરફારની કોઈ શક્યતા નથી,
પરંતુ નવેમ્બર મહિનો નજીક આવતાં પાંચ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે છે. શ્રી દાસે ઉમેર્યું કે, શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Site Admin | ઓક્ટોબર 25, 2024 7:49 પી એમ(PM)
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લઘુત્તમ તાપમાન ઘટે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે
