રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુકાઈ રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂકાતા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું.
ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે પવનની ગતિ વધુ રહી હતી હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું.
ગત રાત્રી દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6, અમદાવાદમાં 15.1, વડોદરામાં 16, રાજકોટમાં 11.5 અને સુરતમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:39 પી એમ(PM)
રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો
