રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાંક જિલ્લામાં લઘુતમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને 33.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં લઘુત્તમ 15.8 અને મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 15.8 ડિગ્રી અને મહત્તમ 33.1 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં લઘુત્તમ 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 34.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM) | ઠંડક
રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ
