રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના જિલ્લામાંથી પસાર થનારો આ કોરિડોર બનવાથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ભારતમાલા પરિયોજનામાં એક મહત્વપૂર્ણ પ્રૉજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીના 214 કિલોમીટરની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે 10 હજાર 534 કરોડ મંજૂર કર્યા છે.