ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 7:50 પી એમ(PM)

printer

​રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે

​રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.હવે આવા વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે.

કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. વાહન વ્યવહાર પૂર્વવત કરવા ૨૪ કલાકમાં ૩૩ રસ્તાઓ શરૂ કરાયાં છે. મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે. શહેર તથા ગ્રામ્યકક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ, સાફ- સફાઇ, પાણી નિકાલ, પાણીના ટાંકાનું કલોરીનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે.

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અન્વયે વહીવટી તંત્ર તરફથી કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરાઇ હતી. જેમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરાયો હતો. પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ના ફેલાય તે માટે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત 8 લાખ 4 હજારની સહાયનું અરજદારોને ચુકવણું કરાયું છે..
પાટણમાં ઉઘાડ નીકળતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં મેડિકલ કેમ્પમાં 1 હજાર 27 દર્દીઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે અને લોકોને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિદાય લેતા ભાભર નગરપાલિકાતંત્રએ રોડ રસ્તાઓની સાફ સફાઈ અને દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરી છે. માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તા, રોડ, પુલ, પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે..
મહેસાણામાં વડનગર ખાતે રોડ રસ્તાઓની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ