રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ પાંચમી ડિસેમ્બરથી 31 માર્ચ, 2025 દરમિયાન યોજાશે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે,આ ખેલ મહાકુંભ અંતર્ગત 39 રમતો, 32 ઓલિમ્પિક રમતો, 7 અન્ય રમતો, જ્યારે વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત 25 પેરા- રમતોનું આયોજન કરાશે. સંઘવીએ ઉમેર્યું કે, નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો વિશેષ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો સાથે આ વર્ષે ખેલ મહાકુંભ
યોજાશે. ખેલ મહાકુંભ 7 વિવિધ વયજુથના સમૂહમાં યોજાશે, જેમાં અંડર-9, 11, 14, 17, ઓપન કેટેગરી, 40 વર્ષથી વધુ તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે.આ વર્ષે વિશેષ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે જ્યારે મનોદિવ્યાંગ ખેલાડીઓ સાયકલીંગ, બોચી, વોલીબોલ,બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ,ફૂટબોલ, સોફ્ટબોલ તો અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ અને બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.સંઘવીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ પાંચથી 25 ડિસેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 7:42 પી એમ(PM) | ખેલ મહાકુંભ