રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨ લાખ ૬૪ હજાર ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં ૨૩,૪૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૬,૩૦૭ ક્યુસેક, દમણગંગામાં ૭,૦૧૮ ક્યુસેક, કડાણામાં ૬,૬૭૪ ક્યુસેક, પાનમમાં ૬,૬૪૮ ક્યુસેક અને હડફમાં ૫૫૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે.
Site Admin | જુલાઇ 29, 2024 3:50 પી એમ(PM) | ભારે વરસાદ