હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીને અહેસાસ થતો હતો. શિયાળો ધીમે પગલે વિદાય લઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું હતું કે પવનોની દિશા બદલાવાને કારણે હવે ફરી ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થશે.(બાઇટ- અભિમન્યુ ચૌહાણ, હવામાન વૈજ્ઞાનિક)
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM) | હવામાન વિભાગ
રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી
