રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે.
કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચું તાપમાન છે.
લખપત તાલુકાના દયાપરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઠંડી વધવાથી લોકોને દિવસે પણ તાપણાંનો આશરો લેવો પડ્યો હતો. ભુજમાં પણ પારો ગગડીને 9 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. અબડાસામાં પણ ઠંડીમાં વધારો થયો છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM)
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું
