દેશનાં ઉત્તર-પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી સતત હિમવર્ષાની અસરથી આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તમામ જિલ્લાઓમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયશ તાપમાન ઘટશે.
ગઈ કાલે નલિયા 15 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર હતું. રાજ્યનાં અનેક શહેરોમાં 18 ડિગ્રીથી વધુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વેરાવળમાં 23.5, સુરતમાં 23.1, ભાવનગરમાં 20.9, અમદાવાદમાં 19.8, ગાંધીનગરમાં 19.3, વડોદરામાં 18.4 ડિગ્રી સેલ્સિલય લઘુતમ તાપમાન નોંધાયું હતું.-
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:19 એ એમ (AM) | રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યુ
રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યુઃ આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
