ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 180023 31122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈ પણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિકજામની સમસ્યા કે અન્ય ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફૉન-કૉલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે.
આ માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તેનું નિવારણ કરાશે. ઉપરાંત રાજ્ય પોલીસે અન્ય ત્રણ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જેમાં વેબસાઈટ, ઈ-મેલ આઈડી તેમ જ સ્માર્ટફૉન ઉપયોગકર્તા માટે વિશેષ એપ્લિકેશનની સેવાનો સમાવેશ કરાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:28 પી એમ(PM) | ટ્રાફિક
રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસે નવી હેલ્પલાઈન શરૂ કરી
