રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, 15થી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમના કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ 59 દર્દીઓના મોત થયા છે.આરોગ્ય વિભાગ, રાષ્ટ્રીય રોગ નિવારણ કેન્દ્ર તેમજ ભારતીય તબીબી સંસોધન સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણની કચેરીઓ સહિત વિવિધ રાજ્યોના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.રાજ્ય સરકારને જાહેર આરોગ્ય ક્ષેત્રે પગલાં લેવામાં મદદરૂપ થવા તેમજ રોગચાળાની તપાસ માટે રાષ્ટ્રીય સંયુક્ત આફત નિવારણ પ્રતિક્રિયા ટીમની રચના કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 1, 2024 2:57 પી એમ(PM) | ચાંદીપુરા વાઇરસ