રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત માછીમારોને 12 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલમાં સંગ્રહક્ષમતાના 88 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યના 117 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે. 45 બંધ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. રાજ્યના 143 બંધ હાલમાં હાઈ-અલર્ટ, 12 બંધ અલર્ટ અને સાત બંધ ચેતવણી પર છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:54 પી એમ(PM) | વરસાદ