ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 3:37 પી એમ(PM) | વરસાદ

printer

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 880 મિલીમીટર સાથે મોસમનો સરેરાશ 99 ટકાથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સૌથી વધારે 117 મિલીમીટર વરસાદ કચ્છ ઝોનમાં, 108 મિલીમીટર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના 76 ડેમ 100 ટકા, 46 ડેમ 70થી 100 ટકા, 23 ડેમ 50થી 70 ટકા જેટલા ભરાઈ ગયા છે. ઉપરાંત રાજ્યના 96 ડેમ હાઈ-અલર્ટ, 19 ડેમ અલર્ટ અને સાત ડેમ ચેતવણી પર છે.
ગાંધીનગર સ્ટેટ એમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, ગઈકાલે ગાંધીનગરના કલોલ શહેરમાં કાચા મકાનની દિવાલ પડી જતાં 2 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આણંદ જિલ્લામાં તારાપુર તાલુકાના ઈસરવાડા ગામમાં અને બોરસદના સીસ્વા ગામમાં પાણીમાં ડૂબી જવાથી એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે પેટલાદ ગામમાં ઝાડ પડવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તાર નીચાણવાળો હોવાથી 108 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
રાજ્યમાં હાલમાં બચાવ કામગીરી માટે NDRFની 14 ટુકડી અને SDRFની 22 ટુકડી તહેનાત છે. હવામાન વિભાગે 30 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ