રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 69 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ કુલ એક હજાર 261 મિલિમીટર એટલે કે, 143 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષનો આ સૌથી વધુ વરસાદ છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 100 ટકાનો જળસંગ્રહ થયો છે. જ્યારે 164 બંધ હાઈ-અલર્ટ, સાત બંધ અલર્ટ અને 14 બંધ ચેતવણી પર રખાયા છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 3:16 પી એમ(PM)