રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મધ્યમથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.