રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 55 હજાર 575 આવાસ તૈયાર કરાયા છે. આ માટે સરકારે એક હજાર 952 કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે. ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.
શ્રી પટેલે જણાવ્યું કે, આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઑલના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા છેલ્લા 2 વર્ષમાં 55 હજાર 575 આવાસ પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. મંત્રીશ્રીએ ઉંમેર્યું કે, રાજ્યમાં 9 લાખ 78 હજાર જેટલા આવાસ મંજૂર કરાયા છે, જે પૈકી 8 લાખ 63 હજાર આવાસ પૂર્ણ થયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 11:40 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #gujaratvidhansabha #akashvani #HousingforAll #monsoonsession | ગુજરાત