રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું છે.
રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18 00 23 30 222 નંબર કાર્યરત છે. જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૫૩ જેટલા ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે. જેના દ્વારા ગ્રાહકોને જાગૃત્ત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં ૫૪૪ શિબિર- વર્કશોપ, ૪૬૮ સેમિનાર, પરિસંવાદ, વેબિનાર તેમજ ૪૯૮ ગ્રામ શેરીસભા યોજવવામાં આવી છે. જ્યારે ૪ લાખથી વધુ ગ્રાહક જાગૃતિની પત્રિકા અને દોઢ લાખથી વધુ પાક્ષિક- માસિક પ્રસિદ્ધ કરી ગ્રાહકોમાં જાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ગ્રાહક સુરક્ષાની ૪,૩૭૩ ફરિયાદો મધ્યસ્થી અને સમજાવટ કરીને પૂર્ણ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 3:45 પી એમ(PM)