ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:11 પી એમ(PM) | ભારે વરસાદ

printer

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા ભારે વરસાદના પગલે વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. જેમાં રોડરસ્તા, મકાનો અને ખેતી પાકોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે..જેમાં
અરવલ્લીના સરડોઇ ગામે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી.. વરસાદી ભેજના કારણે મકાનની દીવાલ અને ધાબુ ધરાશાઇ થતા એક મહિલા ઇજાગ્રસ્ત બની હતી..
ભાવનગરમાં વરસાદ અને ભારે પવન વચ્ચે મહાદેવ ગાળામાં બે મહાકાય વૃક્ષ ધરાશાયી થયા હતા. વિશાળ વૃક્ષો ધરાશાઇ થતાં શેડને નુકસાન થયું હતું તેમજ આ વૃક્ષો નીચે રહેતા વિદેશી બગલાઓના પણ મોત થયા છે.. સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી.
બીજી તરફ નર્મદા જીલ્લાના અંતરિયાળ ગામોમાં પણ વરસાદી પાણી ભરાઇ જવાને કારણે સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી પડી હતી..પ્રસૂતિની શક્યતાના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઇને આઠ જેટલી મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી હતી.
રાજકોટ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. સાથે બેઠક યોજી હતી. એમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટની આગોતરી તૈયારી રાખવાનું આયોજન કરાયું હતું.
જામનગરમાં સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓની તંત્ર સાથે બેઠક યોજાઇ હતી.

..2.. RAIN NUKSHAN

વરસાદગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ફુડ પકેટે તૈયાર કરવાની કામગીરી કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને શહેર અને જીલ્લાના અસરગ્રસ્ત લોકો માટે પચાસ હજારથી વધુ ફેડ પેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું..
વલસાડમાં ભારે પવન ફુંકાતા એક ખાનગી હોસ્પિટલની બહાર અચાનક વીજ થાંભલો તૂટી પડ્યો હતો. જેમાં 3 બાઈક દબાઈ ગયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. જોકે, માર્ગ અને મકાન વિભાગે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી દાખવતાં તમામ સ્થળો પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ