રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 8 નાં મોત નીપજ્યા છે. જ્યારે 15 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.
અમરેલી જિલ્લાના બગસરાના હડાળા નજીક ગાડી પલટી ખાઈ જતાં 1 મહિલાની મોત થયું અને 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. 108 અને પ્રાઈવેટ વાહનોની મદદથી 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી અને 7 જેટલા ઈજાગ્રસ્તોને બગસરા હોસ્પિટલમાં ખસેડાયા છે.
અરવલ્લીના માલપુર- ભેમાપુર સ્ટેશન પાસે કાર અને બાઈક અક્સ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા અને એક ઇજાગ્રસ્ત થયા હતા.
જામનગર રાજકોટ હાઇવે પર આવેલા ધ્રોલ નજીકના જાયવાગામ પાસે અકસ્માત થયો હતો, એકટીવા અને બોલેરા વચ્ચે અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે પાણી લઇ જતુ વાહન અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વ્હીલર પર સવાર બન્નેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકનું મોત નીપજ્યું હતું.,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટા વછોટા ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
Site Admin | નવેમ્બર 17, 2024 6:57 પી એમ(PM)