ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 10, 2024 7:25 પી એમ(PM) | પ્રધાનમંત્રી આવાસ યોજના

printer

રાજ્યમાં છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 8 લાખ 68 હજારથી વધુ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5 લાખ 57 હજારથી વધુ આવાસનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે.
વર્ષ 2015માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 14 અને ગ્રામીણ માટે 3 પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2020માં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિઝ – ARHCs યોજના હેઠળ આર્થિક રીતે નબળા લોકો અને કામદારોને સસ્તા ભાડાંના આવાસ પૂરા પાડવા માટે જાહેરાત કરી હતી. તેના ત્રણ જ મહિનામાં સુરત શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં નિર્માણ થયેલા 393 આવાસને મોડેલ ઝીરો વન અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રૉજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ