રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શકયતા છે. હાલની સ્થિતિને જોતાં વીજળીના ચમકારાનું યલો એલર્ટ જાહેર કરાયો છે.
વધુમાં આગામી ૨7 અને 28 ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ સાથે વાદળ છાયા વાતાવરણની સંભાવના દર્શાવી છે
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM) | વાતાવરણ
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો
