ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 7:31 પી એમ(PM)

printer

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 7.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, વડોદરામાં 19.8 ડિગ્રી , રાજકોટમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવી રહેલાં પવનને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ભેજ ગુજરાત ઉપર સ્થાયી થયો છે, જેને કારણે સૂર્યપ્રકાશ જમીન પર પહોંચી શકતો નથી અને ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકતો નથી, તેથી ઠંડીનું જોર ઘટ્યું છે.

અમારા ડાંગ જિલ્લાનાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, ગિરિમથક સાપુતારામાં ઠંડીને કારણે પ્રવાસીઓથી ધમધમતા રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ