રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના
છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી
હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા
તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 17
મિલીમિટર અને કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 16-16
મિલીમીટર વરસાદ નોંધાયો છે.
જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમા હળવા વરસાદની
આગાહી કરી છે. હવામાન વિભાગે 30થી 40 કિલોમિટર પ્રતિકલાકે પવન
ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે
Site Admin | જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM) | Gujarat | Monsoon | Rain | Weather