ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2024 8:01 પી એમ(PM) | ચોમાસુ

printer

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.. જેમાં અમરેલીના ખાંભા, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગરમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો… જ્યારે અન્ય 17 તાલુકાઓમાં એકથી ઇંચથી ઓછો વરસાદ નોંધાયો…
વલસાડ તાલુકામાં આજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો.. તો ભાવનગરના શિહોરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા,પૂર્ણા,અંબિકા,તાપી, વાલ્મિકી, ઓઝર જેવી નદીઓ બે કાંઠે વહેતી થઇ છે..
અમરેલી જીલ્લાના ખાંભા શહેર તેમજ ગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસતાં સ્થાનિક હદીયો નદીમાં પૂર આવ્યું છે.
તો બીજી તરફ, પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
કચ્છના તીર્થધામ નારાયણ સરોવર, અબડાસા તેમજ જખૌ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભાટીયા, નંદાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતાં દ્વારકા- લીંબડી ધોરીમાર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ