રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે..
આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવીરહી છે જેમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ, સાત લાખથી વધુ ઘરોમાં મેલિથિયોન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે.. રોગચાળાને નિયંત્રણમાં લેવાની તમામ કામગીરી ચાલી રહી છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 10:25 એ એમ (AM) | Gujarat | newsupdate
રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં
