રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 53 થયો છે અને વધુ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 131 થઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીનાં કુલ કેસોમાં સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં 12-12 અને અરવલ્લી, ખેડા અને મહેસાણા જિલ્લામાં સાત-સાત કેસ નોંધાયા છે.
વાઇરલ એન્કેફેલાઇટિસથી અત્યાર સુધી પંચમહાલમાં 6, અમદાવાદમાં પાંચ, રાજકોટમાં ચાર અને અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં ત્રણ-ત્રણ બાળકોનાં મૃત્યુ થયા છે.
આરોગ્ય વિભાગની ટીમોએ 43 હજાર 414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી છે.
Site Admin | જુલાઇ 29, 2024 11:01 એ એમ (AM) | Chandipura | Gujarat