ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 7:28 પી એમ(PM)

printer

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને અટકાવવા સરકાર દ્વારા તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.. મચ્છર અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરાઇ રહી છે. વરસાદી ઋતુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી કરાઇ રહી છે..

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કેસ વધી રહ્યાં છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ હવે ચાંદીપુરા વાઇરસે દેખા દીધી છે.. સુરતમાં આ રોગનો પ્રથમ કેસ નોંધાયો છે. બાળકીમાં લક્ષણો દેખાતાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.
જ્યારે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ લક્ષણ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણવાળા બે કેસ સામે આવ્યા છે, જેમાં બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત થયા છે.. હાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે..
પંચમહાલમાં વધુ 3 શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 10 શંકાસ્પદ ચાંદીપુરમ કેસ નોધાયા છે. જેમા ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. જેમા ઘોઘંબાના લાલપુરીની મૃતક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે ગોધરાના કાંટડીના મૃતક બાળકનો રીપોર્ટ નગેટીવ આવ્યો છે.. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગામમાંથી 20 જેટલી સેન્ડ ફ્લાય માખીઓ શોધી કાઢી હતી. ગામોમાં સર્વેલેન્સ અને દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે..
ડાંગમાં જિલ્લા સંકલન સમિતિ દ્વારા આરોગ્ય તપાસ અંગેની બેઠક યોજાઇ, જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ચાંદીપુરા વાઇરસથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું..
મહેસાણાના વિસનગરમાં એક સાત મહિનાના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાતા વડનગરની હોસ્પિટલમાં સારવાર સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે.. વિસનગરમાં મેલેથોનીલ પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી. 15 બેડની સુવિધા સહિત પાંચ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણઆવ્યું કે, જરૂર જણાશે તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ