રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો ૨૧ જુદા- જુદા સ્થળે સ્થાપવામાં આવ્યાં હતાં. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા ૧ વર્ષમાં કુલ ૬ હજાર ૯ ગ્રાહકોને નિ:શુલ્ક સલાહ તેમજ માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ૧૨ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સહયોગથી અલગ કિસ્સાઓમાં કંપનીઓ દ્વારા ૫ હજાર રૂપિયાથી ૨૦ લાખ રૂપિયા સુધીનું વળતર ગ્રાહકોને ચૂકવવામાં આવ્યું છે. જેમાં વીમા કંપનીઓ, ટ્રાવેલ્સ, પશુ વીમા, રિસોર્ટ વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:15 પી એમ(PM)