રાજ્યમાં ગ્રામીણ મહિલાઓ સ્વ-સહાય જૂથની રચના કરીને “આત્મનિર્ભરતા” તરફ ડગ માંડી રહી છે. રાજ્યમાં ૩ લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે. ૩૦ લાખથી વધુ ગરીબ મહિલાઓના આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧ લાખ ૧૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને ૩૭ હજાર ૬૬૭ કરોડ રૂપિયાથી વધુની કેશ ક્રેડિટ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથોને ૧૮૨ કરોડ થી વધુ રિવોલ્વિંગ એટલે કે ફરતુ ફંડ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં ૧ લાખ ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને અત્યાર સુધીમાં ૭૫૩ કરોડ ૪૩ લાખ રૂપિયાથી વધુની કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે સમુદાય મૂડીરોકણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ ૧૧ હજાર ૧૫૧ ગ્રામ સંગઠનો અને ૯૨૩ જેટલા ક્લસ્ટર કક્ષાના ફેડરેશન પણ કાર્યરત છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લામાં સ્વ-સહાય જૂથો માટે ૩૩ સરસ મેળા યોજાયા હતા. જેમાં સ્વ-સહાય જૂથો દ્વારા ૩ કરોડ ૬૫ લાખ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ-સહાય જૂથની પ્રેરણા આપી હતી. આવા સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપીને સખીમંડળો સાથે જોડાયેલી મહિલાઓને આત્મનિર્ભર કરવાનો દેશમાં આ નવો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો હતો.
Site Admin | નવેમ્બર 10, 2024 8:12 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી