ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું.આગામી ત્રણ દિવસમાં તે 39 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન છેલ્લાાં ચાર દિવસમાં ચાર ડિગ્રીથી વધ્યું છે.ગઈ કાલે રાજકોટ, ડીસા, ભુજ, નલિયા, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, રાજકોટ,વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરતમાં 37 ડિગ્રી અને વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહ ગરમીથી રાહત મળવાની સંભાવના નહીંવત છે.દરમ્યાન, ગરમી વધવાથી વીજ વપરાશમાં પણ વધારો જોવા મળ્યો છે.રાજ્યમાં વીજળીની મહત્તમ માાંગ પિક અવર્સમાં 21 હજાર 300 મેગાવોટ રહી હતી, જેમાંથી અંદાજે છ હજાર મેગાવોટ વીજ વપરાશ કૃષિના ફીડર પર થઈ રહ્યો છે. સોમવારે કૃષિ વપરાશ છ કરોડ યુનિટ નોંધાયો હતો. ગરમી વધવાથી સોલાર એકમોમાં 5500 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન થયું છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 9:24 એ એમ (AM) | ગરમી
રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો : રાજકોટ, ડીસા, ભુજ , નલિયા, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ગરમીને પગલે વીજ માંગમાં વધારો
