રાજ્યમાં ખેડૂતોના મકાઈના પાકમાં લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરીએ માર્ગદર્શિકામાં મહત્વના પગલાં સૂચવ્યા છે. આ માર્ગદર્શિકા મુજબ, ખેતરમાં પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી જીવાતનો નાશ કરવો જોઈએ. તેમ જ જીવાતના બિન-રાસાયણિક નિયંત્રણ માટે પાંચ ગ્રામ માટી-રેતીને મકાઈના છોડ વાવણીના 30થી 45 દિવસ પછી ભૂંગળીમાં આપવાથી સારું નિયંત્રણ મળતું હોવાની પણ વાત કહેવામાં આવી છે.
ઈયળનો ઉપદ્રવ વધુ જણાય તો દવાનો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:13 એ એમ (AM)