ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 7:22 પી એમ(PM) | કોલકતા

printer

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ હતી. જ્યારે દીવના ડોક્ટર એસોસીએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દરમિયાન સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રભરમાં કાર્યપધ્ધતિ નક્કી કરવા ભલામણો મંગાવવા માટે ડોક્ટરોને સમાવતા રાષ્ટ્રીય કાર્યદળ રચવામાં આવ્યું છે.
દેશભરમાં ડોક્ટર્સ અને મેડિકલ વ્યાવસાયિકો માટે અસલામત કાર્ય વાતાવરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં અદાલતે જણાવ્યું કે, વર્તમાન કાયદાઓ ડોક્ટર્સની સલામતી માટે અપૂરતા છે.
દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોનાં વડાઓને પત્ર લખીને હોસ્પિટલોમાં સલામતી વધારવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે હોસ્પિટલનાં પ્રવેશદ્વાર, બહાર નીકળવાનો રસ્તો, કોરિડોર, અંધારી જગ્યા અને સંવેદનશીલ વિસ્તારો સહિતનાં વ્યૂહાત્મક સ્થળોએ પૂરતી સંખ્યામાં હાઇ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ગોઠવવા જણાવ્યું છે.
દરમિયાન, નવી દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને હડતાળ સમેટી લીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ