રાજ્યમાં કોઈ પણ વ્યક્તિએ HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમો વાઈરસથી ગભરાવવાની જરૂર નથી તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. અમદાવાદમાં જે હોસ્પીટલમાં HMP વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો તેની આરોગ્ય વિભાગને જાણ ન કરવાબદલ તેને નોટીસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં પણ નવો આઈસૉલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. હૉસ્પિટલનાં અધિક્ષક મિતા પરીખે જણાવ્યું કે, આવૉર્ડમાં 25 વૅન્ટિલેશન યંત્ર, PPE કિટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.દ્વારકાનાં અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં HMP વાઈરસનાં દર્દીઓ માટેવિશેષ વોર્ડ શરૂ કરાયો છે.આ તરફ મહીસાગરનાં અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડા સિવિલ હૉસ્પિટલ ખાતે HMP વાઈરસને ધ્યાને રાખી 50 પથારીવાળો ઑક્સિજન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ ઑક્સિજન સંયંત્ર અને RTPCR પ્રયોગશાળા પણ કાર્યરત કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:12 પી એમ(PM)