રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળીથી કોડિદ્રા ગામને જોડતો ૭૩૦ મીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુના હદ નિશાન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તેવી જ રીતે જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલી ૧૨ દુકાનોને મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ કામગીરીને પગલે ૫હજાર ૫૦૦ ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી થઈ છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:30 એ એમ (AM)