રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 37.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ જિલ્લામાં નોંધાયું હતું, ગાંધીનગરમાં 37.2 ભુજમાં 37.3, પોરબંદરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 17.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દાહોદ જિલ્લામાં નોંધાયું હતું.
અમદાવાદમાં 21.6, ગાંધીનગરમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના નિદેશક એ.કે. દાસે જણાવ્યું કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે જ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા સૂકા પવનોને કારણે દિવસ દરમિયાન અત્યંત ગરમી અને સાંજ પડતા જ થોડા અંશે ઠંડક અનુભવાશે.
Site Admin | નવેમ્બર 6, 2024 10:41 એ એમ (AM)