રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું આ ભંડોળ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધાઅને નવી ટેકનોલોજી મળશે. આ અંગે વધુ વિગતો આપતાં, તેમણે જણાવ્યું આ પ્રોજેક્ટ્સમાં ૬૪૩ સોર્ટીંગ અને ગ્રેડિંગ યુનિટ, ૫૮૫ વેરહાઉસ, ૫૫૫ કસ્ટમ હાયરીંગ સેન્ટર, ૫૪૦ પ્રાયમરી પ્રોસેસિંગ યુનિટ તેમજ ૨૩૬ જેટલા કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડચેઈનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ યોજનાથી કૃષિક્ષેત્રે ગ્રામીણ રોજગારીની તકોમાં અનેક ગણો વધારો થયો છે. આ યોજનાના સફળ અમલીકરણ અને ઉત્કૃષ્ટ કામગીરીમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પુરસ્કાર એનાયત કરાયો હતો ઉલ્લેખનીય છે કે, દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા તેમજ કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૦માં આ યોજનાની જાહેરાત કરી હતી, જે વર્ષ ૨૦૩૩ સુધી અમલમાં રહેશે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:41 પી એમ(PM)
રાજ્યમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ–AIF એટલે કે, કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર ૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે ૩ હજાર ૯૦૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે
