ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 9:51 એ એમ (AM)

printer

રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાંથી પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું.

રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાંથી પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન વધ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.ગઇકાલે સુરેન્દ્રનગર 41 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 40.5, અને કંડલામાં 40, અમદાવાદમા 39.7 ડીસા, ભુજ, નલિયા અને અમરેલીમાં 39 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ