રાજ્યમાં ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાનો સાંજના 6 વાગ્યા સુધીમાં 3 હજાર 707 ઈમરજન્સી કોલ મળ્યા હતા. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે અનેક લોકોને ઈજા થવા પામી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાં ઈમજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ 732, સુરતમાં 320 ઈમરજન્સી કોલ મળ્યા હતા.ઉતરાયણ પર્વ પર લોકોની સાથે સાથે અબોલ પશુ – પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્લ્યુલન્સે 866 ઈમરજન્સી કોલ
મળ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:35 પી એમ(PM)