ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 3:08 પી એમ(PM)

printer

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
અગાઉ ખુટતા પાર્કીંગના 50 ટકા જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50 ટકા ખુટતા પાર્કીંગ માટે અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ કરીને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ