રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સ્થળોએ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે.
રાજ્યના જળાશયોમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે.
મહારાષ્ટ્રના પ્રકાશા ડેમનાં 8 દરવાજા ખોલાતા તાપીના ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે.. ડેમનું જળસ્તર 323.13 ફૂટ પર પહોંચ્યું છે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે…ઉકાઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે.
મહીસાગરના કડાણા ડેમમાં 35 હજાર કયુસેક પાણી આવક થતાં ડેમની જળ સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. ડેમની જળ સપાટી હાલ 380 ફૂટે પહોંચી છે..
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાં પાણી ની આવકને કારણે જળસપાટી 601.63 ફૂટ છે. ડેમમાં 231 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ભાવનગરના શિહોર તાલુકાના ટાણા, બેકરી, ગુંદાળા, સરકડીયા, લવરડા, વાવડી, રાજપરા, બોરડી, અગિયાળી, દેવગાણા, ગામોમાં મુશલધર વરસાદ વરસ્યો હતો
Site Admin | જુલાઇ 30, 2024 7:42 પી એમ(PM) | વરસાદ