રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ટકા રાજ્ય સરકારના ફાળાથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સાધન-સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શાળા પ્રવેશોત્સવ વખતે જ બાળકને ગણવેશ મળે તે માટે સૂચના આપી હતી. સમગ્ર રાજ્યની આંગણવાડીઓના બાળકોને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા વિતરણ કરાશે.
Site Admin | જૂન 25, 2024 4:08 પી એમ(PM) | શાળા પ્રવેશોત્સવ